Monday, August 31, 2026
HomeGujaratટંકારા અને હળવદમાં જુગારના બે દરોડામાં ૧૨ શખ્સો ઝડપાયા

ટંકારા અને હળવદમાં જુગારના બે દરોડામાં ૧૨ શખ્સો ઝડપાયા

મોરબી જીલ્લામાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે બે સ્થળે દરોડા પાડી કુલ ૧૨ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંને કાર્યવાહીમાં રોકડ રકમ સહિત કુલ રૂ.૧,૬૭,૦૫૦/- નો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા-લતીપર રોડ પર ઇન્દ્રપ્રસ્થ-૦૧ સોસાયટીમાં મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસે દરોડો પાડી ૬ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યાંથી આરોપી નીરજભાઈ પ્રવીણભાઈ કુકડીયા ઉવ.૩૦ રહે. ઇન્દ્રપ્રસ્થ-૦૧ જબલપુર પાટિયા સામે ટંકારા, નવઘણભાઈ હીરાભાઈ ઝાપડા ઉવ.૨૬ રહે. ગોકુલનગર સોસાયટી ભરવાડવાસ ટંકારા, આશિષભાઈ રમેશભાઈ રાઠોડ ઉવ.૩૦ રહે. ઉગમણા નાકા ટંકારા, સાગરભાઈ જયંતીભાઈ રૂપાલા ઉવ.૩૨ રહે. નાની વાવડી ખોડિયાર પાર્ક મોરબી, કેવલભાઈ નરશીભાઈ કલોલા ઉવ.૨૮ રહે. કાંતિ જ્યોત સોસાયટી મહેન્દ્રનગર અને પ્રવીણભાઈ પરસોતમભાઈ કાવર ઉવ.૫૪ રહે.ગોપાલ સોસાયટી મોરબી-૨ વાળાને રોકડા રૂ.૯૨,૫૦૦/- તથા ૬ મોબાઇલ ફોન કિ.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૫૨,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

હળવદ તાલુકાના ધનાળા ગામે જાહેરમાં જુગાર રમતા અશોકભાઈ પ્રેમદાસભાઈ વૈષ્ણવ રહે. આનંદ પાર્ક હળવદ, લલિતભાઈ હિંમતલાલ ઠાકર રહે. વેલાળા તા. મુળી જી. સુરેન્દ્રનગર, સંજયભાઈ ધારાભાઈ રંગપરારહે. વેલાળા તા. મુળી જી. સુરેન્દ્રનગર, કરશનભાઈ નારણભાઈ સોનાગ્રા રહે. નવા ધનાળા તા. હળવદ, નીરવભાઈ પ્રવીણભાઈ ચૌહાણ રહે. દંતેશ્વર દરવાજા પાસે વકીલ શેરી હળવદ અને દિનેશભાઈ ઓગળભાઈ ઝીંઝવાડિયા રહે. જુના ધનાળા તા. હળવદ વાળાને પકડી લેવામાં આવ્યા હતા. હળવદ પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.૧૪,૫૫૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!