કવાડીયા ગામની સીમમાં મજૂરી માટે રાખવામાં આવેલી વાડીએ ચાલીને જતા ૬૦ વર્ષીય શ્રમિકનું પગ લપસી જતાં પથ્થર સાથે માથું અથડાતા ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું.
હળવદ પોલીસ સ્ટેશનમાં અ.મોતની નોંધની પ્રાપ્ત વિગતો મુજબ શંકરભાઈ ગુલજીયાભાઈ ઘાણેક ઉવ.૬૦ મૂળ રહે. ઘોડભા ફળિયું ચીખલી ગામ તા. ક્વાટ જી. છોટાઉદેપુર અને હાલ સોલડી ગામની સીમમાં રહેતા હતા. તેઓ કવાડીયા ગામની સીમમાં મજૂરી માટે રાખવામાં આવેલી વાડીએ ચાલીને જતા હતા ત્યારે અચાનક પગ લપસી જતા નીચે પડી પથ્થર સાથે માથું અથડાયું હતું. માથામાં ગંભીર ઈજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.






