Wednesday, April 29, 2026
HomeGujaratમોરબીમાં લખધીરપુર રોડ ખાતે ફેક્ટરીમાંથી ૧૩ વર્ષીય કિશોર ગુમ, અપહરણની આશંકા

મોરબીમાં લખધીરપુર રોડ ખાતે ફેક્ટરીમાંથી ૧૩ વર્ષીય કિશોર ગુમ, અપહરણની આશંકા

ફેક્ટરીના લેબર ક્વાર્ટરથી અચાનક લાપતા, પરિવાર દ્વારા વ્યાપક શોધખોળ.

- Advertisement -
- Advertisement -

મોરબીના લખધીરપુર રોડ પર આવેલી ફેક્ટરીમાંથી પરપ્રાંતિય ૧૩ વર્ષનો કિશોર અચાનક ગુમ થતા પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પણ કિશોરનો કોઈ પત્તો ન મળતા, અપહરણની આશંકા સાથે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના લખધીરપુર રોડ પર આવેલી ઇનબોક્ષ ઓટોપેક કંપનીના લેબર ક્વાર્ટરમાંથી ૧૩ વર્ષનો કિશોર ગુમ થવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે તસલીમખાન સુભાનખાન નટ ઉવ.૫૫ રહે. હાલ ઇનબોક્ષ ઓટોપેકના લેબર ક્વાર્ટરમાં લખધીરપુર રોડ મોરબી મૂળ રહે ગામ બસબીટાબજાર તા-મેજરગંજ જી-સીતામઢી બિહાર રાજય વાળાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, તેઓ પરિવાર સાથે બિહાર રાજ્યમાંથી મજૂરી કામ માટે મોરબી આવ્યા હતા અને ઉપરોક્ત કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા હતા. ત્યારે ગત તા. ૨૭ એપ્રિલના રોજ બપોરે તેમનો દિકરો અબ્દુલ ઉવ.૧૩ કંપનીમાં પિતાને મળવા આવ્યો હતો અને ત્યારબાદ ક્યાંક જતો રહ્યો હતો. જે બાદ સાંજ સુધી કિશોર ઘરે કે કંપની આસપાસ જોવા મળ્યો નહોતો. જેથી પરિવારજનોએ કંપની અને આજુબાજુ વિસ્તારમાં શોધખોળ કરી છતાં પુત્રના કોઈ સગડ ન મળતા કંપનીના સંચાલકને જાણ કરી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ગુમ થયેલ કિશોરે પીળા રંગનું શર્ટ અને બ્લુ નાઇટ પેન્ટ પહેરેલું હતું, તેમજ તેની ઊંચાઈ આશરે ચાર ફૂટ છે અને દાઢી પાસે જૂના ઈજાનું નિશાન છે. આ બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૩૭ હેઠળ ગુનો નોંધ્યો છે અને અપહરણની આશંકાએ વિવિધ દિશામાં શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!