મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે વજેપર શેરી-૭ ખાતે જયદીપભાઈ વાલજીભાઈ ચાવડાના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮૦મીલી.ની કુલ ૧૮ બોટલ કિ.રૂ.૨,૧૬૦/- મળી આવી હતી. જ્યારે આરોપી જયદીપભાઈ ચાવડા હાજર નહીં મળી આવતા એ ડિવિઝન પોલીસે તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






