પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૨નાં રોજ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વનાળીયા ગામે સ્કુલ પાસે જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે રેઈડ કરી સ્કુલની દિવાલ પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં આરીફ કાસમભાઈ સુમરા તથા સોહિલ રસુલભાઈ સુમરાને રોકડ રૂ. ૩૧૦૦/- સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આરોપી અસ્લમ ઉર્ફે ટાઈગર અગારખાભાઈ પરમાર (રહે.વનાળીયા) વાળો નાશી છુટ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આરોપી અસ્લમને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.