મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નાની કેનાલ રોડ ઓમ પાર્ક વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા લતાબેન કૈલાશભાઈ મેરજા, હેતલબેન ભુપેન્દ્રભાઈ સિધ્ધપુરા, અમીષાબેન અંકીતભાઈ જશાપરા, ટીવિંકલબેન નરેશભાઈ જશાપરા, જલ્પાબેન ભાવેશભાઈ સીતાપરા, પારૂલબેન રોહિતભાઈ ચાવડા, મંજુલાબેન ઇન્દુભાઈ કાવાણી તથા આશિષભાઈ વિનોદભાઈ વિડજા સહિત ૧૦ શખ્સો પાસેથી રોકડા રૂ.,૩૯,૪૦૦/- જપ્ત કરાયા હતા.
જ્યારે જુગારની બીજી રેઇડમાં લક્ષ્મી નારાયણ સિસાયટી સાઈ સ્મિત એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટ નં.૩૦૪માંથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જલ્પાબેન વિશાલભાઈ બારૈયા, બચુભાઈ સાદુરભાઈ ઠાકોર, શંકરજી મેઘાજી ઠાકોર અને અંજલીબેન જયેન્દ્રભાઈ જાકાસણીયા વાળાને રૂ.૪૬,૮૦૦/- રોકડા સાથે ઝડપી લીધા હતા.
જ્યારે ત્રીજી રેઇડમાં હળવદ પોલીસે રણમલપુર ગામની સીમમાં જાહેરમાં તીનપત્તી રમતા મેહુલભાઈ જયંતીભાઈ દવે ઉવ.૨૮ રહે. રણમલપુર, નાગરભાઈ કાનજીભાઈ પાટડીયા ઉવ.૪૫ રહે. ઘણાદ, બિપીનભાઈ વાસુદેવભાઈ થળોદા ઉવ.૩૬ રહે. રણમલપુર, મહેશભાઈ જયંતીભાઈ પારેજીયા તથા હર્ષદભાઈ વાસુદેવભાઈ વરમોરા રહે.રણમલપુર તા.હળવદ વાળાને રોકડા રૂ.૫૮,૧૦૦/- સાથે ઝડપી લીધા હતા. આ સાથે હળવદ પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.






