Monday, August 24, 2026
HomeGujaratમોરબીના મુનનગરમાં ફ્લેટમાં જુગારધામ ઝડપાયું, રોકડા ૭.૧૬ લાખ રોકડા સાથે ૮ ઝડપાયા

મોરબીના મુનનગરમાં ફ્લેટમાં જુગારધામ ઝડપાયું, રોકડા ૭.૧૬ લાખ રોકડા સાથે ૮ ઝડપાયા

હરીદર્શન એપાર્ટમેન્ટના ફ્લેટમાં પૂર્વ બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસની રેઇડ.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મુનનગરના હરીદર્શન એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતી જુગારની મીની કલબ ઉપર દરોડો પાડ્યો હતો, જ્યાં તીનપત્તીનો જુગાર રમતા ૮ શખ્સોને રૂ.૭.૧૬ લાખ રોકડા સાથે ઝડપી લીધા હતા.

મોરબીના મુનનગર વિસ્તારમાં સતનામનગર શ્યામ રેસિડેન્સી હરીદર્શન એપાર્ટમેન્ટના બ્લોક નં.૩૦૧માં રહેતા મયુરભાઈ છગનભાઈ કાસુંદ્રા ઉવ.૩૩ પોતાના ફ્લેટમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી ફ્લેટ-ધારક આરોપી મયુરભાઈ કાસુંદ્રા, રાજેશભાઈ મગનભાઈ વાછાણી ઉવ.૪૪ રહે. એન્ટિકા એપાર્ટમેન્ટ અવની ચોકડી મોરબી, નીતીનભાઈ લવજીભાઈ ગામી ઉવ.૫૪ રહે. પાટીદાર ટાઉનશીપ ટીંબડી પાટીયા મોરબી, હરેશભાઈ રામજીભાઈ કૈલા ઉવ.૪૦ રહે. હરીનગર ઘુંટુ મોરબી, પંકજભાઈ રમેશભાઈ ગામી ઉવ.૩૩ રહે. દેવ હાઈટ્સ રવાપર રોડ મોરબી, અંતુભાઈ જગદિશભાઈ શર્મા ઉવ.૪૦ રહે. રાધાપાર્ક સોસાયટી વાવડી રોડ મોરબી, જયદિપભાઈ ઉર્ફે કાનો દામજીભાઈ ભટાસણા ઉવ.૩૫ રહે. તુલસીકલ્પ એપાર્ટમેન્ટ નાની કેનાલ રોડ મોરબી અને ભરતભાઈ ગોરધનભાઈ સવસાણી ઉવ.૫૨ રહે. સોહમ પેલેસ અવની ચોકડી મોરબી વાળાને રોકડા રૂ.૭,૧૬,૦૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. હાલ પોલીસે તમામ આઠ આરોપીઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!