વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે ૧૮ વર્ષીય યુવતીને ભેંસોને ચારો વાઢવાનું કહેવા બાબતનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. ત્યારે સારવાર દરમિયાન તેનું મોત થતા વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતા ટમુબેન અરવિંદભાઇ ઘોઘાભાઈ બાવળીયા ઉવ.૧૮ને તેની માતાએ ભેંસોને ચારો વાઢવા માટે કહેલ હોય જે બાબતે મનમાં લાગી આવતા ગત તા.૨૯/૦૪ના રોજ પોતાની જાતે ખળ બાળવાની દવા પી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. હાલ મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની એન્ટ્રી કરી આગળની તપાસ ચલાવી છે.





