Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીના વિદ્યાર્થીની તેજસ્વી સફળતા : ઝાલા આદર્શે ધોરણ-10માં 99.84 PR મેળવી કર્યો...

મોરબીના વિદ્યાર્થીની તેજસ્વી સફળતા : ઝાલા આદર્શે ધોરણ-10માં 99.84 PR મેળવી કર્યો ઉત્તમ દેખાવ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-10ના પરિણામમાં મોરબીના ઝાલા આદર્શ ધર્મેશભાઈએ 99.84 PR (96.83%) મેળવી ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે, જેના કારણે પરિવાર અને સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, જાહેર થયેલા SSC પરિણામમાં આદર્શે પોતાની મહેનત અને લગનથી શાનદાર પ્રદર્શન કરી 99.84 PR મેળવ્યો છે. તેની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં પરંતુ મોચી સમાજ માટે પણ ગૌરવની બાબત બની છે. વિદ્યાર્થીની આ સિદ્ધિને લઈ પરિવારજનો અને ઓળખીતાઓ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!