વાંકાનેર તાલુકા વિસ્તારમાં ચોટીલા-રાજકોટ હાઇવે પર મોમાઈ હોટલ નજીક બેભાન હાલતમાં મળી આવેલા અંદાજે ૫૫ વર્ષીય અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના ચોટીલા-રાજકોટ હાઇવે પર મોમાઈ હોટલ નજીક અંદાજે ૫૫ વર્ષીય અજાણ્યો પુરુષ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ચોટીલાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ હાર્ટ એટેકના કારણે તેનું મોત થયાનું જાહેર કર્યું હતુ. મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી, મૃતકના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.






