Wednesday, May 13, 2026
HomeGujaratમોરબી મનપા કમિશનરે વોર્ડ નં.૭ ની મુલાકાત લઈ સફાઈ કામગીરીની સમીક્ષા કરી

મોરબી મનપા કમિશનરે વોર્ડ નં.૭ ની મુલાકાત લઈ સફાઈ કામગીરીની સમીક્ષા કરી

મોરબી મહાનગરપાલિકા કમિશનરે વોર્ડ નં. ૭ની મુલાકાત લઈ સફાઈ વ્યવસ્થા, ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ, જાહેર શૌચાલય અને ગટર સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત જાહેરમાં પાણીનો બગાડ અને કચરો સળગાવનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા કમિશનર દ્વારા તા. ૧૧/૦૫/૨૦૨૬ના રોજ વોર્ડ નં. ૭ વિસ્તારમાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ સ્વચ્છતા અને સફાઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સફાઈ કર્મચારીઓની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી. કમિશનરે આસ્વાદ પાન પાસે આવેલ જીવીપી પોઈન્ટ, સતારભાઈની પાણીની ટાંકી પાસે, ખુશ્બુ હોસ્પિટલ નજીક તેમજ દાઉદી પ્લોટ વિસ્તારમાં આવેલ જીવીપી પોઈન્ટની મુલાકાત લઈ સ્થળ પરની સ્વચ્છતા અને વ્યવસ્થાની તપાસ કરી હતી. તદુપરાંત નાગર પ્લોટ, સોમૈયા સોસાયટી અને એસબીઆઈ બેંક વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નાગર પ્લોટ વિસ્તારમાં સી એન્ડ ડી ક્લીનર દ્વારા હાથ ધરાતી સફાઈ કામગીરીની પણ તપાસ કરવામાં આવી હતી.

 

તદુપરાંત, ત્રિકોણબાગ ખાતે આવેલા જાહેર શૌચાલયની મુલાકાત લઈ સફાઈ બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ નાસ્તા ગલી પાસેના નાળાની સફાઈ અંગે ચર્ચા કરી વિસ્તારમાં દબાણ દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સુધારા શેરી વિસ્તારમાં જાહેર માર્ગ પર ઉભા રહી ચા વેચતા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. હાથલારી મારફતે શેરીઓમાંથી કચરો ઉપાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. દાઉદી પ્લોટ વિસ્તારમાં ગટર સફાઈ અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. ઉપરાંત કાયજી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં પાણીનો બગાડ કરતા અને કચરો સળગાવતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!