Sunday, June 7, 2026
HomeGujaratમોરબીમાં મહિલા બુટલેગરના ઘરમાંથી ૨૫૦ લીટર દેશી દારૂ ઝડપાયો

મોરબીમાં મહિલા બુટલેગરના ઘરમાંથી ૨૫૦ લીટર દેશી દારૂ ઝડપાયો

મોરબી-૨ માં માળીયા-વનાળિયા સોસાયટી વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડો પાડી મહિલા બુટલેગરના મકાનમાંથી ૨૫૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે રૂ.૫૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી મહિલા હાજર નહીં મળી આવતા તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પેરોલ ફર્લો સ્કવોડ અને એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે માળીયા-વનાળિયા સોસાયટીમાં રહેતી મુસ્કાન અબ્બાસભાઈ કટિયા પોતાના મકાનમાં દેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતી હોવાની બાતમી મળી હતી. જેથી તુરંત પોલીસે આરોપીના મકાનમાં દરોડો પાડતા ફળીયામાં પાંચ પ્લાસ્ટિકના બાચકાઓમાં ભરેલો દેશી દારૂ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન ૨૫૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૫૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી મહિલા હાજર મળી આવી ન હોવાથી તેને આ કેસમાં ફરાર દર્શાવી પોલીસે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મહિલા સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!