Sunday, August 30, 2026
HomeGujaratમોરબી જીલ્લામાં જુગારની પાંચ રેઇડમાં ૨૭ ઝડપાયા

મોરબી જીલ્લામાં જુગારની પાંચ રેઇડમાં ૨૭ ઝડપાયા

મોરબી, માળીયા, હળવદ અને ટંકારા વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા શખ્સો વિરુદ્ધ મોરબી પોલીસની કાર્યવાહી.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં જુગારની પાંચ અલગ-અલગ રેઇડમાં પોલીસે કુલ ૨૭ શખ્સોને ઝડપી લીધા હતા. આ સાથે જુગારના સ્થળેથી રોકડા કુલ રૂ.૭૩,૩૦૦/- કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

જુગારની પ્રથમ રેઇડમાં મોરબી શહેરના કાલિકા પ્લોટ શેરી નં.૪માં માહી ડેરી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા (૧)વિનોદભાઈ ઉર્ફે પેટારો મગનભાઈ કુંઢીયા ઉવ.૪૦ રહે. કાલિકા પ્લોટ શેરી નં.૪ મોરબી, (૨)ભાવેશભાઈ રણછોડભાઈ સાથડિયા ઉવ.૨૨ રહે. ભીમસર ત્રણ માળીયા વેજીટેબલ રોડ મોરબી, (૩)રહેમતઉલ્લા ઇસ્માઈલભાઈ સલેમાનભાઈ ખુરેશી ઉવ.૩૩ રહે. કાલિકા પ્લોટ શેરી નં.૨ મોરબી, (૪)એઝાજભાઈ ઉર્ફે બોદિયો જેનુદીનભાઈ રૂમી રહે. કાલિકા પ્લોટ શેરી નં.૪ હુસેની ચોક પાસે મોરબી, (૫)મુસ્તાક ઉર્ફે મુસો આમદભાઈ વાઘેર ઉવ.૩૨ રહે. બ્લોક નં.૫૯ કાલિકા પ્લોટ હુડકો ક્વાર્ટર મોરબી અને (૬)કાનજીભાઈ ઉર્ફે કાનો ધનજીભાઈ મેર ઉવ.૪૫ રહે. કાલિકા પ્લોટ શેરી નં.૧ મોરબી વાળા ઝડપાયા હતા. જ્યારે પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૧૨,૮૦૦/- રોકડ તથા ગંજીપત્તા કબજે કર્યા હતા.

જ્યારે બીજી રેઇડમાં મોરબી શહેરના શિવમ હોસ્પિટલ પાછળ ઈન્દિરાનગર-ગાયત્રીનગર તરફની શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા (૧)વિજયભાઈ રમેશભાઈ પરમાર ઉવ.૪૦ રહે. શિવમ હોસ્પિટલ પાછળ ગાયત્રીનગર મોરબી-૨, (૨)અર્જુનભાઈ રણજીતભાઈ પરમાર ઉવ.૨૦ રહે. શિવમ હોસ્પિટલ પાછળ ગાયત્રીનગર મોરબી-૨ અને (૩)હરદેવભાઈ રમેશભાઈ પરમાર ઉવ.૩૬ રહે. શિવમ હોસ્પિટલ પાછળ ગાયત્રીનગર મોરબી-૨ વાળાને રોકડા રૂ. ૧,૪૦૦/- સાથે ઝડપી લેવાયા હતા.

જુગારની ત્રીજી રેઇડની મળતી વિગતો મુજબ, માળીયા(મી)ના જૂના દેવગઢ ગામે રાજબાઈ માતાજીના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા (૧)મનસુખભાઈ મગનભાઈ ગોગરા ઉવ.૨૧, (૨)જયરાજભાઈ જીવણભાઈ સવસેટા ઉવ.૨૫, (૩)રણજીતભાઈ રામભાઈ પરમાર ઉવ.૧૯, (૪)હિતેશભાઈ ભગવાનભાઈ સવસેટા ઉવ.૩૪, (૫)બાલુભાઈ ભાબુભાઈ પરમાર ઉવ.૩૫ અને (૬)લક્ષ્મણભાઈ રામભાઈ પરમાર ઉવ.૨૫ તમામ રહે.નવા દેવગઢ ગામ તા. માળીયા(મી) વાળા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.૧૦,૫૦૦/- કબજે કર્યા હતા.

આ ઉપરાંત જુગારની ચોથી રેઇડમાં હળવદ તાલુકાના રાણેકપર ગામની પંચાસરી સીમમાં જુગાર રમતા (૧)અજીતભાઈ સોમાભાઈ ગોહિલ રહે.હળવદ ગોરી દરવાજા, (૨)અરવિંદભાઈ ઘનશ્યામભાઈ ચાવડા રહે.હળવદ ભેણીનો ઢાર, (૩)હિરજીભાઈ લક્ષમણભાઈ સરાવાડીયા રહે. ગામ ઈશ્વરનગર તા. હળવદ, (૪)દયારામભાઈ ભીખાભાઈ ધારીયા પરમાર રહે. હળવદ ગોરી દરવાજા, (૫) અશોકભાઈ નાગજીભાઈ વઢરકીયા રહે. હળવદ ગોરી દરવાજા પાસે, (૬)અમૃતભાઈ અવચરભાઈ ઓડીયા રહે. હળવદ આશોપાલવ સોસાયટી વાળા સહિત છ શખ્સો ઝડપાયા હતા. પોલીસે રૂ.૩૭,૯૦૦/- રોકડ કબજે કરી હતી.

જ્યારે પાંચમી જુગારની રેઇડની પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારામાં મોરબીનાકા પાસે દેવીપૂજક વાસમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા (૧)રણજીતભાઈ ચતુરભાઈ વીકાણી ઉવ.૩૪, (૨)વિજયભાઈ સુનીલભાઈ વીકાણી ઉવ.૩૪, (૩)તુલસીભાઈ રામજીભાઈ વીકાણી, ઉવ.૩૦, (૪)ઘનશ્યામભાઈ દેવરાજભાઈ વીકાણી, ઉવ.૨૩, (૫)ભગવાનજીભાઈ રાજેશભાઈ વીકાણી ઉવ.૨૬ અને (૬)કિશનભાઈ મનોજભાઈ દેલવાડીયા, ઉવ.૧૯ બધા રહે. ટંકારા, મોરબીનાકા પાસે દેવીપૂજક વાસ વાળાને રોકડા રૂ.૧૦,૭૦૦/- સહિતના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી લીધા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!