Sunday, August 30, 2026
HomeGujaratવાંકાનેરના કોઠી ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક ઝડપાયો, મુખ્ય આરોપી...

વાંકાનેરના કોઠી ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર

વાંકાનેર તાલુકા પોલીસે ગરમ-ઠંડો આથો, દેશી દારૂ, મોબાઇલ તથા એકટીવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના કોઠી ગામની સીમમાં વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસે કુલ રૂ.,૪૧,૭૫૦/-નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને ઝડપી લીધો હતો, જ્યારે મુખ્ય આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમે કોઠી ગામની બીલયા સીમમાં ઓકળા નજીક બાવળની ઝાડીમાં દરોડો પાડતા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હાલતમાં મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી આરોપી કિરણભાઈ ભાઈલાલભાઈ પરમાર ઉવ.૨૮ રહે. છતર તા. ટંકારા વાળાને ઝડપી લીધો હતો. આ સાથે પોલીસે સ્થળ પરથી ૨૦ લીટર ગરમ આથો, ૪૦૦ લીટર ઠંડો આથો, ૫૫ લીટર દેશી દારૂ, રૂ.૫ હજારનો આઈફોન, એક્ટિવા રજી.નં. જીજે-૦૩-પીબી-૩૮૪૯ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૪૧,૭૫૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દરોડા દરમિયાન પકડાયેલા કિરણભાઈની પૂછપરછમાં દારૂનો જથ્થો મનોજભાઈ મોહનભાઈ સોલંકી રહે. વેલનાથપરા રાજકોટ વાળાનો હોવાનું સામે આવ્યું હતું. જેથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી કિરણભાઈની અટકાયત કરી અને મુખ્ય આરોપી મનોજભાઈ સોલંકીને ફરાર જાહેર કરી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!