મોરબીના ન્યુઝ 18 ગુજરાતી, મોરબી મિરર, જય હિન્દના પત્રકાર અને મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ જોશી અને તરઘડી ગામના સરપંચ સાગરભાઈ અંબારામભાઈ ફુલતરિયાએ માં મોગલધામ કબરાઉ મધ્યે એક લાખ એકાવન હજારના બે મેળા એટલે કે ત્રણ લાખ બે હજાર ચડાવવાની માનતા હતી.
જે માનતા ઉતારવા અને માં મોગલ મણીધર વડવાળી માના અને બાપુ શ્રી મોગલ કુળ (ચારણ ઋષિ )બાપુ ના દર્શન કરવા અને આશીર્વાદ લેવા પધાર્યા હતા. મણિધર મોગલ વડવાળી કબરાઉ ધમના મહંતી શ્રી સામંત બાપુએ આ બન્ને અગ્રણીઓના પાંચ તરવાડા માની અને બન્નેની બહેનોને એક એક રૂપિયો ઉમેરી દીકરીઓને દાન કર્યા હતા. આ તકે મણિધર મોગલ વડવાળી કબરાઉ ધામના મહંત શ્રી સામંત બાપુએ અંધશ્રદ્ધા ,ધતિંગથી દુર રહેવાની અને મોબાઈલના વધું પડતા ઉપયોગને લઈને થતા નુક્શાન અંગે ભક્તો સલાહ અને માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં આ અવસરે દીકરીઓને તથા ભક્ત ગણોને આશીર્વાદ આપ્યા હતા.