Sunday, September 27, 2026
HomeGujaratમાળીયા(મી): પંચવટી ગામે ભંગારના ડેલે બેસવા બાબતે યુવક પર લોખંડના પાઈપથી હુમલો

માળીયા(મી): પંચવટી ગામે ભંગારના ડેલે બેસવા બાબતે યુવક પર લોખંડના પાઈપથી હુમલો

માળીયા(મી)ના પંચવટી પાટિયા નજીક આવેલ ભંગારના ડેલે બેસવા બાબતે થયેલી બોલાચાલી બાદ યુવકને ખીરઈ ગામના શખ્સે ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઈપથી હુમલો કરી પગમાં ફ્રેકચર કર્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, માળીયા(મી)ના કાજરડા ગામના સમીરભાઈ અબ્બાસભાઈ મોવર ઉવ.૨૩ ગત તા.૨૪ સપ્ટેમ્બરની રાત્રે પંચવટી ગામના પાટિયા પાસે તેમના બનેવીના ભંગારના ડેલે બેઠા હતા ત્યારે આરોપી અકબર સુલતાનભાઈ કટીયા રહે. ખીરઈ ગામ વાળો ત્યાં આવ્યો હતો. અને સમીરભાઈ સાથે ડેલે બેસવા બાબતે બોલાચાલી કરી ગાળાગાળી બાદ ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ લોખંડના પાઈપથી પગ અને માથાના પાછળના ભાગે માર મારતાં ઈજા થતા સમીરભાઈને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ ભોગ બનનારની ફરિયાદને આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!