Sunday, May 19, 2024
HomeGujaratવાંકાનેર તાલુકામાં ૩ નવા ગ્રામ પંચાયત ઘર નિર્માણ પામશે:જિલ્લા પંચાયત કારોબારી સમિતિની...

વાંકાનેર તાલુકામાં ૩ નવા ગ્રામ પંચાયત ઘર નિર્માણ પામશે:જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

જિલ્લા પંચાયત મોરબીની કારોબારી સમિતિની બેઠક ચેરમેન જયંતીભાઇ ડી. પડસુંબીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે મળી હતી. જેમા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અન્ય સભ્યો, જિલ્લા વિકાસ અધિકારીતથા શાખાધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વાંકાનેર તાલુકાના દેરાળા, કણકોટ, માટેલ ગ્રામ પંચાયતોના નવીન પંચાયત ઘર બનાવવા માટેના રૂ.૩૭,૦૦,૩૯૧/-ની ટેન્ડરની મંજુરી આપવામાં આવી તથા જિલ્લા પંચાયત ભવનના અન્ય કામો માટે રકમ રૂ.૧૦,૦૦,૦૦૦/-(દસ લાખ)ની જોગવાઇ કરવામાં આવી હતી. તેમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત)ની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!