Sunday, September 6, 2026
HomeGujaratમોરબીના સાપર ગામની સીમમાંથી ૩૦૦ લીટર દેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

મોરબીના સાપર ગામની સીમમાંથી ૩૦૦ લીટર દેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

મોરબી તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે સાપર ગામની સીમમાં દરોડો પાડી બાવળની કાંટમાં છુપાવેલો ૩૦૦ લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે પોલીસ પહોંચે તે પહેલાં આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેને ફરાર દર્શાવી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, તૈયબ માણેકે સાપર ગામની સીમમાં બાવળની કાંટમાં દેશી દારૂનો જથ્થો છુપાવેલ છે, જેથી તુરંત પોલીસે બાતમીને આધારે સાપર ગામની સીમમાં મોન્ટેજો જવાના કાચા રસ્તા પાસે બાવળની કાંટમાં દરોડો પાડ્યો હતો. જ્યાં સ્થળ ઉપરથી પ્લાસ્ટિકના ૧૨ બાચકામાં ૩૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૬૦ હજાર મળી આવેલ હતો. રેઇડ દરમિયાન આરોપી તૈયબભાઈ ગુલામહુસેનભાઈ માણેક રહે. વીસીપરા મોરબી મૂળ શીકારપુર તા.ભચાઉ જી. કચ્છ વાળો હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી તાલુકા પોલીસે તેને પકડી કેવા તપાસની તજવીજ તેજ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!