લુણસરના મૂળ વતની જયેશભાઈ ચાવડાનું સારવાર દરમિયાન અમદાવાદમાં મોત.
વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડમાં પ્રથમ માળની સીડી પરથી પડી જતાં ઈજાગ્રસ્ત થયેલા ૩૭ વર્ષીય જયેશભાઈ ચાવડાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મૂળ વાંકાનેર તાલુકાના લુણસર ગામના વતની અને હાલ ગાંધીનગરના રાયસણ ખાતે રહેતા જયેશભાઈ રામજીભાઈ ચાવડા ઉવ.૩૭ ગત તા.૦૩/૧૧/૨૦૨૬ના રોજ સવારે આશરે ૮થી ૯ વાગ્યા દરમિયાન વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડના પ્રથમ માળની સીડી પરથી કોઈ કારણોસર પડી જતાં ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ઇન્કવેસ્ટના કાગળો આવતાં વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






