Monday, May 4, 2026
HomeGujaratનીચી માંડલ ગામે પ્લાસ્ટિકના કારખાનામાંથી ૩૭૫ કિલો કોપર વાયરની ચોરી

નીચી માંડલ ગામે પ્લાસ્ટિકના કારખાનામાંથી ૩૭૫ કિલો કોપર વાયરની ચોરી

નવા બનતા કારખાનામાં એક મહિનામાં બે વખત ચોરી, ટી.સી.માંથી તેમજ અર્થીગના કોપર વાયરની ચોરી.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે નવા બની રહેલ પર્લ પ્લાસ્ટિક નામના કારખાનામાંથી અજાણ્યા ઇસમોએ એક મહિનામાં બે વખત ચોરી કર્યાના બનાવ અંગે ચકચાર મચાવી છે. જેમાં પ્રથમ વખત કમ્પાઉન્ડની દીવાલ કૂદી ટ્રાન્સફોર્મરમાંથી ૧૫૦૦ લીટર ઓઇલ ઢોળી તેમાંથી ૨૦૦ કિલો કોપર વાયર, જ્યારે બીજી વખતની ચોરીમાં કારખાનાના બંધ શેડની બારી તોડી અર્થીગનો ૧૭૫ કિલો કોપર વાયર એમ કુલ ૩૭૫ કિલો કોપર વાયર કિ.રૂ.૧.૮૭ લાખની ચોરી કરી હતી. સાથે જ ટ્રાન્સફોર્મરમાં તોડફોડ કરી આશરે રૂ.૩ લાખનું નુકસાન પહોંચાડ્યું હતું. હાલ મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર શ્રીકુંજ-૨ માં રહેતા મૂળ માળીયા(મી)ના ખાખરેચી ગામના હસમુખભાઈ રતિલાલ કૈલા ઉવ.૪૦ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, હસમુખભાઈને મોરબી-હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામે પર્લ પ્લાસ્ટિક કમ્પાઉન્ડ નામનું ભાગીદારીમાં કારખાનું બનાવી રહ્યા છે, જે હાલ પ્રોડક્શનમાં આવેલ નથી. ત્યારે આ નવા બનતા કારખાનામાં ગત તા.૦૮/૦૪ના રોજ આરોપીઓએ કારખાનાની કમ્પાઉન્ડ દિવાલ ટપી અંદર પ્રવેશ કર્યો હતો. જેમાં આરોપીઓએ પાવર સપ્લાય ટ્રાન્સફોર્મર (ટી.સી.)ને ફાઉન્ડેશનમાંથી ઉખાડી નીચે પાડી તેમાં રહેલું અંદાજે ૧૪૦૦ થી ૧૫૦૦ લીટર ઓઇલ ઢોળી તોડફોડ કરી ૩ લાખની નુકસાન કર્યું હતું, અને ત્યારબાદ ટ્રાન્સફોર્મરના કોઇલ બોક્સમાંથી ૨૦૦ કિલો કોપર વાયરની ચોરી કરી હતી, જ્યારે ગત તા.૨૯/૦૪ના રોજ કારખાનાના પ્રોડક્શન યુનિટમાં બારીના સળીયા કાપી અંદર પ્રવેશ કરી અર્થીંગ અને કેબલના ૧૭૫ કિલો કોપર વાયર એમ કુલ ૩૭૫ કિલો કોપર વાયર કિ.રૂ.૧.૮૭ લાખ કાપીને લઈ ગયા હતા.

બન્ને ચોરીના બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરી હતી, ત્યારે હાલ બીજી વખતના ચોરીના બનાવ બાદ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!