Sunday, October 11, 2026
HomeGujaratહળવદમાં કોમ્પ્લેક્ષની બંધ દુકાનમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

હળવદમાં કોમ્પ્લેક્ષની બંધ દુકાનમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

ક્રોસ રોડ કોમ્પ્લેક્ષમાં પોલીસની રેઇડ દરમિયાન રૂ.૨૨,૫૩૮/- નો મુદ્દામાલ કબજે, આરોપી ફરાર.

- Advertisement -
- Advertisement -

હળવદના સરા ચોકડી પાસે આવેલા ક્રોસ રોડ કોમ્પ્લેકક્ષની બંધ દુકાનમાંથી પોલીસે વિદેશી દારૂની ૭ બોટલ તથા બિયરના ૧૨૯ ટીન કબજે કર્યા હતા. પોલીસની રેઇડ દરમિયાન આરોપી દુકાન-માલીક હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરી આગળની તજવીજ શરૂ કરી છે.

હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે ક્રોસ રોડ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલી આરોપી પીયુષભાઈ ચમનભાઈ સચાણીયાની દુકાન નં. બી-૧૨૬માં તપાસ કરતાં વિદેશી દારૂની ૭ બોટલ અને બિયરના ૧૨૯ ટીન કિ.રૂ.૨૨,૫૩૮/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેઇડ દરમિયાન આરોપી પીયુષભાઈ ચમનભાઈ સચાણીયા રહે.આનંદ પાર્ક હળવદ વાળો હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!