મોરબી શહેરમાં શક્તિનગર સોસાયટીમાં ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ પ્રૌઢને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
મોરબી શહેરમાં નાની કેનાલ રોડ ઉપર અવધ પેલેસ પાસે શક્તિનગર સોસાયટીમાં રહેતા ગોસ્વામી સુરેશભાઈ ભગવાનજીભાઈ ઉવ.૫૬ વાળાને ગઈકાલ તા.૧૭ ઓગસ્ટના રોજ બપોરના સમયે ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. બાદમાં તેમને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






