Friday, October 25, 2024
HomeGujaratમાળીયા-મોરબી હાઇવે પરના નાગડાવાસ નજીક ટેઇલરમાંથી 60 બોટલ દારૂ ઝડપાયો

માળીયા-મોરબી હાઇવે પરના નાગડાવાસ નજીક ટેઇલરમાંથી 60 બોટલ દારૂ ઝડપાયો

માળીયા-મોરબી હાઇવે પર આવેલ નાગડાવાસ ગામ નજીકથી મોરબી તાલુકા પોલીસે શંકાસ્પદ હાલતમાં પસાર થતા ટ્રેઇલરને અટકાવી 60 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર માળીયા-મોરબી હાઇવે પર આવેલ નાગડાવાસ નજીકની માધવ આઇમાતા હોટલ પાસેથી પોલિસે અશોક લેલન કંપનીના ટ્રેઇલર નં. RJ-07-GC-9839 કિં.રૂ.૧૦,૦૦,૦૦૦ને અટકાવી પોલીસે તલાશી લેતા ટેઇલરમાંથી અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૬૦ કિં.રૂ.૫૮,૯૪૦/- નો મુદ્દામાલ ઝડપાયો હતો. પોલીસે દારૂ, ટેઇલર સહિત કુલ રૂ.૧૦,૫૮,૯૪૦નો મુદ્દામાલ કબ્જે કરી ટેઇલર ચાલક કિશોરગીરી મધુગીરી ગૌસ્વામી (ઉ.વ.૨૮, ધંધો-ડ્રાઇવિંગ, રહે. બજજુ, તેજપુરા, જી.બીકાનેર, રાજસ્થાન) ને દબોચી લઈ તેની વિરુડ પ્રોહી એકટ કલમ-૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૯૮(૨) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!