મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ આદર્શ સોસાયટીમાં ૬૨ વર્ષીય વૃદ્ધ ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેથી તેઓને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.
મોરબી-૨ની ઉમા ટાઉનશીપ પાછળ આવેલ આદર્શ સોસાયટીમાં રહેતા ગોવર્ધન ગૂરૂબાડી પેન્થોઈ ઉવ.૬૨ને ગઈકાલે તા.૨૨ ઓગસ્ટે સવારે ઉઠાડવા જતા બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેથી તુરંત તેઓને ૧૦૮ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






