મોરબીના વજેપર શેરી નં.૭માં મકાનના બાંધકામ દરમિયાન છતના સેન્ટિંગનું કામ કરતા શ્રમિક ડાક છટકી જતાં ઉપરથી નીચે પટકાયા હતા. જેથી માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું મોત નીપજ્યું હતું.
મોરબીના વીસીપરા કુલીનગર-૧માં રહેતા ગુલામરસુલભાઇ હારૂનભાઇ માલાણી ઉવ.૬૦ વજેપર શેરી નં.૭માં ભરતભાઇ દિલીપભાઇ ડાભીના મકાનના બાંધકામમાં છતનું સેન્ટિંગનું કામ કરતા હતા. ત્યારે ગત તા.૨૧ ઓગસ્ટે રાત્રે સળિયા વાળતી વખતે ડાક છટકી જતાં તેઓ ઉપરથી નીચે પટકાયા હતા. જેથી માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મૃતકના દીકરા અનવરભાઈ માલાણી પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી તપાસની તજવીજ શરૂ કરી છે.






