Monday, September 14, 2026
HomeGujaratમોરબી અને પીપળી ગામે જુગારની બે રેઇડમાં ચાર મહિલા સહિત ૮ ઝડપાયા

મોરબી અને પીપળી ગામે જુગારની બે રેઇડમાં ચાર મહિલા સહિત ૮ ઝડપાયા

મોરબીના પંચાસર રોડ અને પીપળી ગામે પોલીસે જુગારની બે અલગ-અલગ રેઇડ કરી કુલ ૮ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. બંને સ્થળેથી તીનપત્તીનો જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂ.૮૩,૩૦૦/- રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જુગારની પ્રથમ રેઇડની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ અક્ષર પાર્ક સોસાયટી ખાતે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી ત્રણ મહિલાઓને ઝડપી પાડી હતી. જેમાં આરોપીઓ રસ્મીતાબેન મેહુલભાઈ ભીમાણી ઉવ.૩૦ રહે. પંચાસર રોડ અક્ષર પાર્ક સોસાયટી શિવમ પેલેસ મોરબી, પુરીબેન વસંતભાઈ કાસુન્દ્રા ઉવ.૪૦ રહે. વૃંદાવન પાર્ક તનસુતી હાઇટ્સ મોરબી તથા વર્ષાબેન મહેન્દ્રભાઈ રાજપરા ઉવ.૪૫ રહે. અવની ચોકડી સુભાષનગર મોરબી વાળા પાસેથી કુલ રૂ.૧૨,૨૦૦/- રોકડા કબજે કરાયા હતા.

જ્યારે બીજી રેઇડમાં મોરબી તાલુકા પોલીસે પીપળી ગામની સીમમાં સીસમ સીરામીક જવાના રસ્તા સામે આવેલા કોમ્પ્લેક્ષમાં તીનપત્તીનો જુગાર રમતા અરવિંદભાઈ બાબુભાઈ સોમાણી ઉવ.૪૨ રહે. રામવિલા સોસાયટી પીપળી, પારસભાઈ કનુભાઈ વરાણીયા ઉવ.૨૬ રહે.રામવિલા સોસાયટી,

પીપળી, નીલેશભાઈ મનસુખભાઈ વાડલીયા ઉવ.૩૩ રહે. મારૂતી પાર્ક સોસાયટી પીપળી, મકસુદભાઈ મોમદભાઈ નકુમ ઉવ.૨૫ રહે. જુના બસ સ્ટેન્ડ પાસે ગેબનશા પીરની દરગાહ પાછળ મોરબી તથા ચેતનાબેન નવીનભાઈ વાઢેરા ઉવ.૩૦ રહે.લાયન્સનગર મોરબી વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે રેઇડ દરમિયાન જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૭૧,૧૦૦/- કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!