વાંકાનેર તાલુકાના જુની રાતીદેવળી ગામે દુકાનના પગથિયા પર બેઠેલા ૬૩ વર્ષીય વૃદ્ધ ઉપર ગામના જ બે શખ્સોએ લાકડી-ધોકા સાથે આવી પથ્થરમારો કર્યો હતો. જેમાં ગામના અન્ય વ્યક્તિને પથ્થર મારવા જતા કરાયેલા પથ્થરમારામાં વૃદ્ધને આંખ નીચે તથા નાકના ભાગે ઈજા થઈ હતી. નાકમાં ફ્રેક્ચર થતાં તેમને પ્રથમ વાંકાનેર અને ત્યારબાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના જુની રાતીદેવળી ગામે ગઈ તા. ૧૨/૦૯ના રોજ અમૃતભાઈ મેઘજીભાઈ વોરા ઉવ.૬૩ પોતાના પિતાની દુકાનના પગથિયે બેઠા હતા. આ દરમિયાન ગામના પ્રકાશ ઉર્ફે પિન્ટુભાઈ લાલજીભાઈ વોરા અને ભરત ઉર્ફે ગોપી લાલજીભાઈ વોરા લાકડી-ધોકા સાથે આવી ગામના જ બાવજીભાઈ વોરાને ગાળો આપી પથ્થરમારો કરવા જતા પથ્થરના ઘા વૃદ્ધ અમૃતભાઈને લાગ્યા હતા. જેમાં તેઓને આંખ નીચે સામાન્ય ઈજા તથા નાકમાં ફ્રેક્ચર થતાં પ્રથમ વાંકાનેર અને બાદમાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે ભોગ બનનાર અમૃતભાઈએ બંને આરોપીઓ પિન્ટુભાઈ અને ભરત ઉર્ફે ગોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






