Monday, September 14, 2026
HomeGujaratમોરબીમાં ૧૭ સપ્ટેમ્બરે ‘હમ હૈ ભારત વિધાતા’ છાત્રા સંમેલન યોજાશે

મોરબીમાં ૧૭ સપ્ટેમ્બરે ‘હમ હૈ ભારત વિધાતા’ છાત્રા સંમેલન યોજાશે

સોશિયલ મીડિયા, યુવાઓની ભૂમિકા અને રાષ્ટ્રનિર્માણ જેવા વિષયો પર નિષ્ણાત વક્તાઓ માર્ગદર્શન આપશે.

- Advertisement -
- Advertisement -

મોરબી: ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ-મોરબી મહિલા સમન્વય દ્વારા તા. ૧૭/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૯થી ૧૧:૩૦ કલાકે શકત શનાળા ખાતે પટેલ સમાજ વાડીમાં ‘હમ હૈ ભારત વિધાતા’ પ્રેરણાદાયી છાત્રા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

સંમેલનમાં દીકરીઓને શિક્ષણ, સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ સાથે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. પ્રથમ સત્રમાં ‘સોશિયલ મીડિયા અને હમ : એક ઉત્તમ છાત્રા’ વિષય પર જોધપુરના પુષ્પાજી જાંગિડ માર્ગદર્શન આપશે. જ્યારે બીજા સત્રમાં ‘વૈભવશાળી રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભૂમિકા’ વિષય પર મુકુલ કાનિટકર સંબોધન કરશે. ત્યારબાદ પ્રશ્નોતરી, સમાપન સત્ર અને અલ્પાહારનું આયોજન રહેશે. સવારે ૮:૩૦ કલાકથી પંજીકરણ અને બેઠક વ્યવસ્થા શરૂ થશે. સંમેલનમાં જોડાવા માટે પૂર્વ નોંધણી કરાવવાની રહેશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!