Saturday, March 30, 2024
HomeGujaratવાંકાનેરના પલાશ નજીક કારમાંથી 84 બોટલ દારૂ ઝડપાયો: આરોપી નાશી ગયો

વાંકાનેરના પલાશ નજીક કારમાંથી 84 બોટલ દારૂ ઝડપાયો: આરોપી નાશી ગયો

વાંકાનેર તાલુકાના પલાસ ગામ નજીકથી રેઢી પડેલી કારમાંથી 84 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેને પગલે પોલીસે કાર, દારૂ સહિત 2.31 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ કેસ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર પલાસ ગામ નજીકથી માટેલ તરફ જવાના કાચા રસ્તે શંકાસ્પદ હાલતમાં રહેલ સેન્ટ્રો કાર રજી નંબર-GJ-13-NN-9204 કી.રૂ.૨,૦૦,૦૦૦ની પોલીસે તલાશી લેતા કારમાંથી ઇગ્લીશ દારૂની મેકડોવેલ્સ નં.૦૧ સુપીરીયર વ્હીસ્કીની નંગ.૮૪ બોટલ કી.રૂ.૩૧,૫૦૦ નો જથ્થો ઝડપાયો હતો. આ રેઇડ દરમિયાન આરોપી ફરાર થઈ જતા પોલીસે કાર સહિત રૂપીયા-૨,૩૧,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કારી આરોપી સુધી પહોંચવા તપાસ આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!