મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી-કંડલા બાયપાસ ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા નીતાબા ઉર્ફે ચેતનાબા બળભદ્રસિંહ ઝાલા ઉવ.૪૦ આનંદનગર મયુર સોસાયટી પાસે મોરબી-૨, ગીતાબા ચુડાસમા ઉવ.૫૦ પીએમ આવાસ યોજના મોરબી, ઇલાબા ઉર્ફે આરતીબા જાડેજા ઉવ.૫૫ પીએમ આવાસ દલવાડી સર્કલ પાસે મોરબી, ગંગાબેન ઠાકોર ઉવ.૪૫ પીએમ આવાસ દલવાડી સર્કલ પાસે મોરબી, વર્ષાબેન રાઠોડ ઉવ.૪૫ પીએમ આવાસ દલવાડી સર્કલ મોરબી, ચંપાબેન અઘારા ઉવ.૭૦ પીએમ આવાસ દલવાડી સર્કલ મોરબી, પ્રીતીબેન વરાણીયા ઉવ.૩૨ મયુર સોસાયટી મોરબી-૨, વિજયભાઈ ચૌધરી ઉવ.૨૯ લાયન્સનગર શનાળા બાયપાસ મોરબી અને જાગ્રુતીબેન ચારોલા ઉવ.૪૯ હિરલ પોઈન્ટ રવાપર ઝાપા મોરબી વાળાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧૨,૨૦૦/- કબજે કર્યા હતા. આ સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






