બનાવની મોરબી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાતી પ્લોટ શેરી નં-૮ જોન્સનગરમાં રહેતા મહમદહનીફ યાકુબમિયા બુખારી (ઉ.વ.૨૫) એ આરોપી મકબુલભાઇ હનીફભાઇ (કબુતર વાળો) (રહે. મોરબી લાતી પ્લોટ શેરી નં. ૮) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૨૦ ના રોજ મોરબીમાં લાતી પ્લોટમાં શેરી નં. ૮ માં ફરીયાદીના છોકરા શેરીમાં રમતા હોય અને આરોપીએ છોકરાને મોટર સાયકલ અડાડતા ફરીયાદી આરોપીને સમજાવવા જતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી નેફામાંથી છરી કાઢી ફરીયાદીને ડાબા પડખામાં એક ઘા મારી ગંભીર ઈજા કરી હતી. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ ફરીયાદીને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની ફરિયાદનાં આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૩૨૪,૫૦૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.