અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અતુલભાઇ ગણપતભાઇ પરમાર (ઉં.વ.૨૦, ધંધો છુટક મજુરી રહે. હાલ લાલપર સ્મશાન પાસે રાજુભાઇ પટેલના મકાનમા ભાડેથી તા.જી મોરબી) એ આરોપી મોટર સાયકલ નંબર જીજે-૩૬-એ-૯૦૭૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા. ૧૧ રોજ ના રાત્રીના આઠેક વાગ્યાના અરશામા મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામના સ્મશાન સામે સર્વીસ રોડ ઉપર કટ પાસે આરોપીએ પોતાનું મોટરસાયકલ ફુલ સ્પીડમા બેફીકરાય અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના બાપુજીને રોડ ક્રોસ કરતી વખતે હડફેટે લઇ માથાના પાછળનાં ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી પોતાનું મોટરસાયકલ લઇ નાશી છૂટ્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.