હળવદમાં છેલ્લા ઘણા સમયથી રોડનું કામ બંધ હોય લોકોને પારાવાર મુશ્કેલીઓનો વેઠવી પડે છે. ત્યારે ગ્રામજનોએ રોડના કામમાં રાજકીય ભેદભાવ રાખીને રોડનું કામ અટકાવ્યું હોવાના આક્ષેપો કર્યા છે. ગણેશવાસ, ઠાકોરવાસ વિસ્તારમાં બે મહિનાથી રોડનું કામ બંધ હોય જેથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. મહિલાઓએ પંચાયત કચેરી પાસે હલ્લાબોલ કર્યો હતો અને તંત્રના નામના છાજીયા લીધા હતા તેમજ રોડ મામલે હળવદ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.