Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં જાહેરનામાંનો ભંગ કરતા ૨૯ લોકો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી

મોરબી જિલ્લામાં જાહેરનામાંનો ભંગ કરતા ૨૯ લોકો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી

મોરબી સહિત રાજ્યનાં ૩૬ શહેરોમાં રાત્રી કર્ફ્યુ તથા આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા કર્ફ્યુ જાહેરનામાની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં ગઈકાલે ગુરુવારે ૨૪ કલાક દરમ્યાન જાહેરનામાંનો ભંગ કરનારા ૨૯ લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોરબી સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટે. વિસ્તારમાં રાત્રી કર્ફ્યૂનો ભંગ કરતા ૩ રાહદારીઓ સામે, માસ્ક વિના જાહેરમાં ફરતા ૧ રાહદારી સામે, બપોરે ૩ વાગ્યા બાદ આંશિક લોકડાઉનનો ભંગ કરતા કપડાંના ૧ રેંકડીધારક સામે તથા મોરબી સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટે. વિસ્તારમાં રાત્રી કર્ફ્યૂ દરમ્યાન કોઈ ખાસ કામ વગર જાહેરમાં આંટાફેરા કરતા ૩ રાહદારીઓ સામે, સોશિયલ ડિસ્ટન્સના જાહેરનામાંનો ભંગ કરી વધુ પેસેન્જર બેસાડતા ૨ રિક્ષાચાલકો તથા રાત્રી કરફ્યૂ દરમ્યાન રીક્ષા લઈ બહાર નીકળતા ૧ રિક્ષાચાલક સામે, ૧ એક્ટિવાચાલક સામે, માસ્ક વિના જાહેરમાં ફરતા ૨ રાહદારીઓ સામે અને મોરબી તાલુકા પો. સ્ટે. વિસ્તારમાં માસ્ક વિના તથા વધુ પેસેન્જર બેસાડતા ૧ રિક્ષાચાલક સામે જ્યારે વાંકાનેર સીટી પો. સ્ટે. વિસ્તારમાં માસ્ક વિના વેપાર કરતા તથા માસ્ક ન પહેરવાનો દંડ આપવાની આનાકાની કરતા સાડીના ૧ વેપારી સામે, ૧ બાઈકચાલક સામે, ૧ રાહદારી સામે, તથા વાંકાનેર તાલુકા પોલીસે નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડતા ૨ ઇકો કારચાલક સામે, ૧ રિક્ષાચાલક સામે, માસ્ક વિના જાહેરમાં ફરતા ૧ રાહદારી સામે જ્યારે ટંકારા પો. સ્ટે. વિસ્તારમાં ૩ રિક્ષાચાલકો સામે અને માળીયા મિયાણા પોલીસ સ્ટે. વિસ્તારમાં કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર તથા માસ્ક પહેર્યા વિના વેપાર કરતા પાન માવાના ૧ ધંધાર્થી, કારીયાણાના ૧ દુકાનદાર, હળવદ પોલીસ સ્ટે. વિસ્તારમાં કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર તથા માસ્ક વિના પ્લમ્બિંગ કામ કરતા ૧ કારીગર સામે, કેરીનો ધંધો કરતા ૧ ધંધાર્થી સામે જાહેરનામાં ભંગની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને ઉક્ત વાહનો પણ ડિટેઇન કરાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!