પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની હરિઓમ સોસયટીમાં રહેતા નીતિનભાઈ ચતુરભાઈ અંબલિયા (ઉ.વ.૨૩)એ આરોપી મોટર સાઈકલ જીજે-૦૩-એફએસ-૦૮૭૪ના ચાલક હાર્દિકભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪નાં રોજ આરોપી હાર્દિકભાઈએ પોતાનું મોટર સાઈકલ પુરઝડપે બેફિકરાઈથી ચલાવીને નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક આવેલ સાયન્સ કોલેજના પાછળના ગ્રાઉન્ડમાં ફરિયાદી નીતિનભાઈ ક્રિકેટનો દડો લેવા નીચે નમતા માથા સાથે મોટર સાઈકલ ભટકાડી ઈજા કરી મોટર સાઈકલ લઇ નાશી ગયો હતો. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.