પ્રાપ્ત વિગતો અનુસાર હળવદનાં સુરવદર ગામે રહેતા કમલેશભાઈ બાબુભાઈ થોરકડીયા (ઉં.વ.૨૮) એ આરોપી ધર્મેન્દ્રભાઈ કરશનભાઈ ધામેચા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫નાં રોજ ફરિયાદી પોતાની ફોર વ્હીલ નં. જીજે-૩૬-વી-૯૪૮૨ લઈને દેવળીયા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યાં હતાં દરમ્યાન આરોપી ધર્મેન્દ્રભાઈનાં મોટરસાયકલ ની સાઈડ કાપી હોય જે વાતનું મનદુખ રાખી આરોપીએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી લોખંડના પાઈપનાં ત્રણ ચાર ઘા મારી ફરિયાદીનાં ડાબા હાથનાં કાંડા ઉપર ફ્રેકચર તથા માથાનાં પાછળનાં ભાગે લોખંડના પાઈપનો એક ઘા મારી ઈજા પહોંચાડી હતી. હળવદ પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.