પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૩નાં રોજ મોરબી તાલુકાના નવા સાદુળકા ગામની સીમમાં આવેલ શિવ શક્તિ ઈન્ડસ્ટ્રીઝનાં લેબર કવાર્ટરમાં રહેતી સીમાબેન આમીચંદ ભીલ (ઉં.વ.૧૬) એ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. બાદમાં તેના ડેડબોડીને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.