મોરબી તાલુકાના ભરતનગર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડીને ત્યાં જુગાર રમતા ૪ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભરતનગર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધરે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા બેચરભાઈ ભવાનભાઈ પાંચોટીયા, ચંદુભાઈ ઉર્ફે ચકુભાઈ રામજીભાઈ સુરાણી, દિનેશભાઈ હરિભાઈ ગોધાણી અને ચુનીલાલ નરશીભાઈ પાંચોટીયાને રોકડ રકમ રૂ.૭૨,૭૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે