મોરબી એસઓજી ટીમે સામાકાંઠે રહેણાક મકાનમાંથી કુલ ૬૩ હજારથી વધુનો કબ્જે કરી તપાસ હાથ ધરી
મોરબી એસઓજી ટીમે રેન્જ ડીઆઈજી સંદીપ સિંઘે આપેલી સૂચનાઓ અને મોરબી એસપી એસ આર ઓડેદરાની સૂચનાથી પીઆઈ જે.એમ.આલ સહિતની ટીમને ગાંજાના નેટર્વકનો પર્દાફાશ કર્યો છે જેમાં એસોજી ટીમના સતીશ ગરચર ને ગાંજાનો મોટો જથ્થો હોવાની બાતમીના આધારે ગઈકાલે મોરબીના સમાકાંઠા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન નંબર ૨૧૪માં રેડ કરી હતી જે રેડ દરમ્યાન આરોપી આશારામ વાલજીભાઇ હડીયલ ઉ.વ. ૨૮, ધંધો- મજુરી, રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, મકાનનં- ૨૧૪, રાજુભાઇના મકાનમાં, મોરબી-ર, મુળ ગામ ધ્રાંગધ્રા એ પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં નશીલા પદાર્થ વનસ્પતિ જન્ય ગાંજોનો જથ્થો ૫ કિલો અને ૭૧૯ ગ્રામ કિ.રૂ.૫૭૧૯૦ નો જથ્થો વેચાણ કરવા માટે રાખી તેમજ ગાંજાની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં કરેલો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન તથા વેચાણના રૂપિયા ૩૫૦૦ અને વજન કરવા માટે ઉપયોગ કરેલ એક ડીજીટલ વજન કાંટો કિ.રૂ. ૫૦૦ પ્લાસ્ટીકની નાની પેકીંગની કોથળી સહિત કુલ રૂ.૬૩,૧૯૦ ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન હાજર મળી આવ્યો હતો. જો કે આરોપીનો કોરોના રિપોર્ટ કર્યા બાદ વિધિવત ધરપકડ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એકટ હેઠળ બી ડીવીઝન પોલીસમથકમાં ગુનો નોંધી આ કામગીરી માં એસઓજી ટિમ ના પીઆઈ જે.એમ.આલ. એ કામગીરી કરી છે તથા સ્ટાફ કિશોરભાઇ મકવાણા તથા ફારૂકભાઇ પટેલ તથા પો.હેડ કોન્સ . જયપાલસિંહ ઝાલા , રસિકભાઇ કડિવાર , પરેશભાઇ પરમાર તથા પો.કોન્સ . રમેશભાઇ રબારી , ધર્મેન્દ્રભાઇ વાધડિયા , સતિષભાઇ ગરચર , ભરતસિંહ ડાભી તથા વુમન લોકરક્ષક પ્રિયંકાબેન પૈજા તથા ડ્રા.પો.કોન્સ . સંદિપભાઇ માવલા બનાવની વધુ તપાસ સીટી બી ડિવીઝનના પીએસઆઇ આર.બી. ટાપરીયા એ હાથ ધરી છે.