પત્ની રીસામણે હોય અને સાસુ સસરા ત્રાસ આપતા હોય કંટાળીને અંતિમ પગલું ભરતો હોવાનો વિડીયોમાં ઉલ્લેખ, આપઘાતનાં બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ પર મીરા પાર્કમાં રહેતા કિશનભારથી અશોકભારથી ગૌસ્વામી (ઉ.વ.૨૬) નામના યુવાને ગળેફાંસો ખાઈ ગઈકાલે આપઘાત કરી લીધો હતો જે બનાવને પગલે એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાને આપઘાત કરતા પહેલા વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. યુવાને પ્રેમલગ્ન કર્યા હતા. યુવકની પત્ની અને તેના માતાપિતા અને તેની પત્નીના માસી સહિતના લોકો તેને ત્રાસ આપતા હોવાથી હવે તેને જીવવું નથી પ્રેમલગ્ન કરનાર યુવાનની પત્ની રિસામણે હોય અને કોર્ટ કેસ ચાલતો હોય યુવાનને હેરાન કરવામાં આવતો હોય જેથી કંટાળી જઈને યુવાને આપઘાત કર્યો હોવાનું પોતે બનાવેલ વિડીયોમાં યુવાન જણાવી રહ્યો છે. હાલ પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે