જાણવા મળતી વિગતો અનુસાર હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે રહેતા કાન્તીલાલ અમરશીભાઇ અઘારા (ઉ.વ.૫૭) એ આરોપી ગોવિંદભાઇ મગનભાઇ રબારી (રહે.ધ્રેચાણ તા.સુઇગામ જી.બનાસકાંઠા હાલ રહે.નારાયણ પેટ્રોલપંપ જુના દેવળીયા ગામની સીમ તા.હળવદ) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તા. ૨૨ ના રોજ નારાયણ પેટ્રોલપંપ જુના દેવળીયા ગામની સીમમાં ફરીયાદીને આરોપીએ વિશ્વાસમાં લઇ ફરીયાદીના રૂ.૧૦ લાખ પોતાના પેટ્રોલપંપના રસોડાની ઓરડીમા આવેલ શેટીના ખાનામા રાખવાનુ જણાવી ફરીયાદીએ આરોપી ઉપર વિશ્વાસ રાખી પેટ્રોલપંપના રસોડામા આવેલ શેટીના ખાનામા રૂ.૧૦ લાખ રાખેલ જે લઇ જઇ ફરીયાદી સાથે વિશ્વાસધાત છેતરપિંડી કરી હતી. હળવદ પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.