મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબી સામાકાંઠે ઉમા ટાઉનશીપમાં વિનાયક એપાર્ટમેન્ટ ડી-૧૦૩માં રહેતા કિરણબેન પ્રવિણભાઈ બુડાસણા બહારથી મહિલાઓ બોલાવી જુગાર રમવાનાં સાધન સામગ્રી પુરા પાડી તેની અવેજીમાં નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતી હોવાની બાતમીનાં આધારે દરોડો પાડી સ્થળ પરથી જુગાર રમતાં કિરણબેન પ્રવિણભાઈ બુડાસણા, ભગવતીબેન સુરેશભાઈ રાંકજા, રીન્કલબેન જયેશભાઈ ચીકાણી, જોષનાબેન રાકેશભાઈ બાણુદરીયા, સંગીતાબેન ગોપાલભાઈ સોરઠીયા, નિલમબેન અમીતભાઈ થોરીયા તથા તારાબેન હરેશભાઈ વિલપરાને રોકડા રૂ. ૧,૭૬,૯૫૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.