ગુજરાત સરકાર દ્વારા તા. ૨૮ ઓક્ટોબર ૨૦૨૦નાં જાહેરનામાથી કેલેન્ડર વર્ષ ૨૦૨૧ માટે સરકારી કચેરીઓ અને બેંક માટે જાહેર રજાઓ જાહેર કરવામાં આવી હોય જેમાં મોહરમની રજાની તારીખમાં ફેરફાર કરાયો છે.
રાજ્ય સરકાર દ્વારા અગાઉ મહોરમની રજા તા. ૧૯ ઓગસ્ટ ૨૦૨૧ ને ગુરૂવારના રોજ જાહેર કરવામાં આવી હતી જેના બદલે હવે તા. ૨૦ ઓગસ્ટ ૨૦૨૧ ને શુક્રવારના રોજ મહોરમની રજા જાહેર કરવામાં આવેલ છે જેથી તા. ૧૯ ને ગુરુવારે તમામ સરકારી કચેરીઓ અને બેન્કના કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે. રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ, કોર્પોરેશન અને પંચાયત કચેરીના કર્મચારીને પણ આ હુકમ લાગુ પડશે તેમ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવની યાદીમાં જણાવાયું છે.