મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબી તાલુકા પોલીસ મથકમાં અપહરણ અને એટ્રોસિટી ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતે આરોપી ઈશ્વરગીરી માંગીલાલગીરી ગોસ્વામી (ઉ.વ.૩૦) મધ્યપ્રદેશ રાજ્યના જહાંગીરપુર ગામે હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસની ટીમ બનાવી આરોપીની તપાસ અર્થે મોકલતાં આરોપી ઈશ્વરગીરી ગોસ્વામીને મધ્યપ્રદેશના બડોદ તાલુકાના જહાંગીરપુર ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં મોરબી તાલુકા પીઆઈ એમ. આર. ગોઢાંણીયા, પીએસઆઈ વી. કે. કોઠીયા, દિલીપભાઈ ગેડાણી, જયપાલસિંહ ઝાલા, યશવંતસિંહ ઝાલા સહિતનાઓ જોડાયેલા હતાં