મોરબીના માળીયા વનાળિયામાં આવેલા લાયન્સ નગરમાં રહેતા ધનજીભાઇ સામજીભાઇ સોલંકીનો પુત્ર મનીષભાઇ ધનજીભાઇ સોલંકી (ઉ.વ.૧૮) સતત મોબાઈલમાં પબજી ગેમ રમ્યા કરતો હોય માતાપિતાએ કંટાળી જઈ ઠપકો આપવાની સાથે મોબાઈલ તોડી નાખતા ગત તા.૨૫ જુલાઈના રોજ મનિષ બપોરના સમયે ઘર છોડી ચાલ્યો ગયો હતો. જે બાબતે ધનજીભાઈએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પુત્રની ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ગઈકાલે મનીષ પોતાની જાતે જ ઘરે પરત આવી જતા યુવાનનાં માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો.