એક સમયે સ્ટેજ ફિયર અનુભવતી આ યુવતી આજે અનેક શો પ્રોડ્યુસ કરવા સાથે એડિટિંગ, સ્ક્રિન્ટિંગ અને એન્કરિંગ કરી ગુજરાત ભરને આપે છે જીવવાની નવી દિશા.આજે 5 સપ્ટેમ્બર ના રોજ તેઓના જન્મદિવસ પર ઠેર ઠેરથી શુભેચ્છઓનો ધોધ વરસી રહ્યો છે
અમદાવાદની જી.સી. ગર્લ્સ સ્કૂલમાં એન્યુઅલ ફંકશન હતું દરેક વિદ્યાર્થીઓ પોતાના વિચારો વ્યક્ત કરતા હતા તેમાં ધોરણ સાતની વિદ્યાર્થિની પણ પોતાની સખી સાથે કવિતા રજૂ કરવા આવી, બંને સ્ટેજ પર પહોંચ્યા પણ સામે ઓડિયન્સને જોઇને પસીનો વળી ગયો, જીભના લોચા વળવા લાગ્યા અને જેમ તેમ કરીને કવિતા વાંચી બંને પાછા ફર્યા અને તૈયારી ન કરી હોવાના કારણે ટીચરનું પણ સાંભળવું પડ્યું પરંતુ ત્યારે ટીચરને ક્યાં ખબર હતી કે આમાંથી એક વિદ્યાર્થીની આગળ જઈને ઇલેક્ટ્રોનિક માધ્યમ અને સમાચારોની દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવશે આ વિદ્યાર્થીની એટલે ન્યૂઝ- 18 ના સિનિયર પ્રોગ્રામ પ્રોડ્યુસર, એન્કર, સ્ક્રિપ્ટ રાઇટર અને એડિટર સંધ્યા પંચાલ..
હા સંધ્યા પંચાલનો ચહેરો દર્શકો માટે બહુ જાણીતો છે. સામાન્ય લોકોની સમસ્યાને વાચા આપતા કાર્યક્રમથી લઈને અરુણ જેટલી, વિજયભાઈ રૂપાણી અને નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યુ તેમણે કર્યા છે. કોલેજ સુધી સ્ટેજ ફિયર હતો પરંતુ એચ.કે. કોલેજમાં આવ્યા બાદ અંગ્રેજીના પ્રોફેસર સૌમ્ય જોશીના (હેલ્લારો ફિલ્મ ના ડાયલોગ અને સોંગ્સ લખનાર)માર્ગદર્શન હેઠળ નાટકોમાં કામ કર્યા બાદ આત્મવિશ્ર્વાસ આવ્યો. ફક્ત કુતૂહલ ખાતર ગ્રેજ્યુએશન પછી ગુજરાત વિદ્યાપીઠમાં એક વર્ષનો ઓડિયો વિઝ્યુઅલ ડિપ્લોમા કોર્સ કર્યો અને આ જ ક્ષણ તેમના જીવનની ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ, ત્યારબાદ યદિ હૈદરાબાદમાં ૭૦૦ લોકોમાંથી એકમાત્ર એન્કર તરીકે સિલેક્ટ થયાં અને હૈદરાબાદ તરફ પ્રયાણ કર્યું ઘરથી દૂર અને અનુભવ વગર કામ કરવામાં ઘણી તકલીફ પડી પરંતુ કામ કામને શીખવે એ રીતે દોઢ વર્ષ બાદ ફરી મુંબઈ આવી ન્યુઝ ચેનલ માં જોડાયા બાદમાં ઝી ના ચેનલ હેડ લોકેશ કુમાર (જે હાલ મંતવ્ય ચેનલ હેડ તરીકે કામ કરે છે) સાથે લગ્નગ્રંથિથી જોડાયા લોકેશકુમાર સાથે લગ્નગ્રંથી થી જોડાયા બાદ બે વર્ષનો બ્રેક લીધો તે દરમ્યાન જર્નાલિઝમ કમ્પ્લીટ કર્યું.
સંધ્યા પંચાલ આજે જે કંઈ છે તેનું શ્રેય તેઓ પોતાના પિતાજી ગીરીશભાઈ પંચાલ તથા માતા તારા બેન પંચાલને આપે છે. ત્રણ બહેનો અને એક ભાઈ હોવા છતાં પિતાજી કહેતા કે મારે ચાર દીકરા છે અને દીકરાની જેમ જ તેમનો ઉછેર થયો.
આત્મવિશ્વાસથી કામ કરતાં સંધ્યા ગ્રામ્ય લોકો અને ખેડૂતોની સમસ્યાને લઈને સંવેદનશીલ બન્યા છે અનેક વખત રિપોર્ટિંગ કરતી વખતે આંખમાં આંસુ પણ આવ્યા છે. આવા સંધ્યા પંચાલને અત્યારે અગિયાર વર્ષનો દીકરો મંથ છે જો પણ સંધ્યાની જેમ ટેકનોલોજી માં નાની ઉંમરમાં જ નમ્બર વન પર છે પતિ અને પુત્રના સહયોગથી તેઓની કારકિર્દી પૂરપાટ વેગે ચાલી રહી છે કોઈ જ એવોર્ડ માટે પોતાનું નોમિનેશન ન મોકલનાર સંધ્યા પંચાલ માટે કામ અને દર્શકો જ તેમનો એવોર્ડ છે આજે સંધ્યાનો જન્મદિવસ છે ત્યારે તેઓના જન્મદિવસ પર ‘મોરબી મિરર’ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને સફળતાના શિખરો પ્રાપ્ત કરે તેવી અભ્યર્થના પાઠવી રહ્યું છે
“સંધ્યા પંચાલનો તેના જન્મદિવસ પર પ્રશંસકો ને સંદેશ : સંધ્યા પંચાલ ઉભરતા એન્કરને સોનેરી શીખ આપી રહી છે જેમાં ગુજરાત ની પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલ ન્યુઝ 18 એટલે કે TV 18 માં હાલ ‘સીધું ને સટ્ટ’ તેમજ ‘ગુજરાત ટોપ 25’ જેવા લોકપ્રિય કાર્યક્રમ રજૂ કરતા સંધ્યા આ ફિલ્ડમાં નવા આવતાં યુવાધનને સોનેરી શીખ આપે છે ફક્ત ગ્લેમરથી અંજાઈને ન આવો સંઘર્ષ અને મહેનત કરવાની તૈયારી રાખો અને એન્કરિંગ સાથે એડિટિંગ અને સ્ક્રિપ્ટમાં પણ રસ લો જે વિષય પર બોલવાનું હોય તેની સમગ્ર માહિતી એકઠી કરી રાખો તમેજ લોકોની સમસ્યા અંગે પણ જાગૃત રહો હર હંમેશ નવી વાત શીખવા માટે તૈયાર રહો – સંધ્યા પંચાલ ”
સંધ્યા પંચાલ ના આજે શિક્ષકદિન ના દિવસે જ જન્મદિવસ પણ છે ત્યારે બહોળી લોકચાહના ધરાવતા એન્કર સંધ્યા પંચાલને ગુજરાત સહિત દેશ પ્રદેશમાંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.