વાંકાનેરમાં આવેલ બંધ રહેણાંક મકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. મકાનમાંથી અજાણ્યા શખ્સો રોકડ, દાગીના સહિત 80 હાજરની માલમતા ઉસેડી ગયાની વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવની વિગત મુજબ વાંકાનેર પ્રતાપપરા શેરી નં.૦૧ વાંકાનેર ખાતે લતાબેન ચંદુલાલ મહેતાના બંધ મકાનના મેઇન દરવાજાનો નકુચો તોડી તેમજ રસોડાના દરવાજાનો કાચ તોડી કોઇ અજાણ્યા શખ્સે મકાનમા ગેરકાયદે પ્રવેશ કરી રૂમમા રહેલા બે કબાટ કોસ જેવા હથીયાર વડે તોડી કબાટમા પેટીમા રહેલ રોકડા રૂ.૨૨૦૦૦/- તથા બીજા કબાટમા રહેલ રોકડા રૂ.૧૮૫૦૦/- તેમજ ચાંદીની વસ્તુ ગ્લાસ, ડબરો, જુડો,કડા, સહિત કુલ રૂ.૮૭૨૦૦/- ની ચોરી કરી લઇ ગયા હોવાનું વાંકાનેર સીટી પો.સ્ટે.માં જાહેર થવા પામ્યું છે.
પોલીસ ઇન્સ એચ.એન.રાઠોડે ફરિયાદી દર્શીતાબેન મીહીરભાઇ હીતેશભાઇ સંઘવીની ફરિયાદ પરથી તાપસ હાથ ધરી છે.