મોરબી એસ.ઓ.જી. દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં અઢી વર્ષથી નાસતા-ફરતો આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે.
મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ ટીમ દ્વારા ગાંધીનગર જીલ્લાના સાંતેજ ગામે તપાસ કરતા હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાનો નાસતો ફરતો આરોપી દિલીપભાઇ હજુરભાઇ ઠાકોર (રહે. હાલ સાંતેજ ગામ, મેલાભાઇ રબારીના મકાનમાં ભાડેથી, તા.જી.ગાંધીનગર, મુળ રહે. ખીજડીયારી, તા.શંખેશ્વર, જી.પાટણ) તથા ભોગ બનનાર બંન્ને મળી આવ્યા હતા. એસ.ઓ.જી. ટીમે આરોપીને તથા ભોગ બનનારને હળવદ પોલીસ સ્ટેશનને સોપીને ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.