ગુજરાત મહિલા આયોગ દ્વારા આજે કલોલ નગરપાલિકા ખાતે કોરોના મહામારીમાં પોતાના પરિવારજનોની ચિંતા કર્યા વગર તેમજ રાત-દિવસ જોયા વગર શ્રેષ્ઠ કામગીરી કરનાર 26 મહિલાઓને “મહિલા શક્તિ” એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા જેમાં મોરબી આરોગ્ય કર્મચારી ભવિકાબેન એ. જગોદરા ને દિલ્હી મહિલા આયોગ ચેરમેન રેખાબેન શર્મા દ્વારા તેમજ કોરોના કાળમાં મોરબી પરંતુ અત્યારે રાજકોટ ફરજ બજાવતા પોલીસકર્મી પીએસઆઈ વિશાખાબેન કે. ગોંડલીયા ને ગુજરાત મહિલા આયોગ ચેરમેન લીલાબેન આંકોલિયા દ્વારા એવોર્ડ એનાયત કરી આ મહિલા કર્મીઓની કામગીરીને બિરદાવી છે.