હળવદ તાલુકાના દિઘડીયા ગામની સીમમાંથી હળવદ પોલીસે દેશી દારૂના બસ્સો લીટર આથાનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે ફરાર વાડી માલિકની શોધખોળ હાથ ધરી છે.
વિગત મુજબ હળવદ તાલુકાના દિઘડીયા ગામની સીમમાં આવેલ મુના હેમુભાઇ કોળીની વાડીમાં પોલીસે રેઇડ કરી
હતી. જે દરમિયાન મુના હેમુભાઇ કોળી નામના શખ્સે પોતાની વાડીમાં દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૨૦૦ કુલ કિ.રૂ.૪૦૦/- મુદામાલનો સંગ્રહ કરતા હળવદ પોલીસે આથાનો જથ્થો જપ્ત કરી ફરાર શખ્સને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.